user
4 साल 1 महीना पहले
આદરણીય શ્રી નરેન્દ્રભાઈ,
ભારત વર્ષની આ આઝાદીનો દિવસ એ ફક્ત ભૌગોલિક રીતે આઝાદી મળ્યા નો જ દિવસ નથી પરંતુ બ્રિટિશરો ના વહીવટ તંત્ર થી ઉદભવેલ આ દેશનો વિકાસ રુંધતા વિચારોથી પણ આઝાદી મળવાની તક નો દિવસ છે. આ આઝાદી મળ્યા બાદ પણ આ બ્રિટિશરોના વિચારો ની અસર આઝાદી બાદની શિક્ષણ પદ્ધતિમાં કે કોઈ કાયદાકીય વ્યવસ્થામાં જોવા મળતી હતી. ગાંધીજીની સ્વચ્છતા ને લગતી પરિકલ્પના પણ ત્યારબાદના સમયમાં સાર્થક થયેલ ન હતી. ભાજપ પક્ષના વિચારો અને તેના અમલથી સ્વચ્છતા ને પ્રાથમિકતા આપી ગંદકીથી આઝાદી મળવાની શરૂઆત થયેલ, આ સિવાય જમ્મુ કાશ્મીરને કલમ 370 થી મુક્તિ અપાવી અસંભવ લાગતું કામ કરી ભારતીય કાયદા હેઠળ આવરી લઈને ખરા અર્થમાં ભારત દેશ ના સંવિધાન હેઠળ લાવેલ છે અને તે રીતે ખરા અર્થ માં આઝાદીના અમૃત મહોત્સવ ને ઉદાહરણ રૂપ બનાવેલ છે. આવનારા સમયમાં પણ અન્ય કામ સચોટ રીતે પૂર્ણ થશે તેવી રાજકીય ઈચ્છા શક્તિ ની જાહેરાતથી આ આઝાદીના દિવસ વિશેષ મહત્વનો બની રહેશે. અસ્તુ.
पसंद
(14)
नापसन्द
(2)
जवाब दो
स्पैम की रिपोर्ट करें
